માંડવી : મઢી સુગર ફેક્ટરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
” એક પેડ મા કે નામ “અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું
કાર્યક્રમમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને અધિકારીઓ હાજર રહ્યા
મઢી સુગર ફેક્ટરીમાં ” એક પેડ મા કે નામ “અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ ” એક પેડ મા કે નામ ” અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ સંસ્થાના વાઇસ ચેરમેનશ્રી અલ્પેશભાઈ મગનભાઈ પટેલ સાહેબ ની હાજરીમાં સમસ્ત આયોજન પાર પાડવામાં આવ્યું હતું. એમણે જણાવ્યું હતું કે “પર્યાવરણની રક્ષા આપણા સર્વ ની સંયુક્ત જવાબદારી છે. વૃક્ષો માત્ર હવા શુદ્ધ કરતા નથી પરંતુ આબોહવા સુધારવા, પાણીના સ્તર ને વધારવા અને આપણા જીવનચક્ર માં મહત્વનું યોગદાન આપે છે ” આ કાર્યક્રમ માં સંસ્થાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ નટુ રબારી હરેશ ચૌધરી તથા સંસ્થાના માનનીય મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણે સાહેબ દ્વારા દરેક વિભાગના અધિકારીઓ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો કે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ લગાવવાનો અને તેનું જતન કરવા નું રહેશે એવો સંકલ્પ લેવડાવ્યો હતો…
