સુરતમાં પીસીબીની ટીમે દારૂની હેરાફેરી કરનારને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પીસીબીની ટીમે દારૂની હેરાફેરી કરનારને ઝડપ્યા
ખોટી પરમીટ વાળી એપ્લીકેશન ફોર્મ રાખી પોલીસને ગેરમાર્ગે દોરી
ચારને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતમાં પીસીબીની ટીમે ખોટી પરમીટ વાળી એપ્લીકેશન ફોર્મ રાખી પોલીસને ગેરમાર્ગે દોરી દારૂની હેરાફેરી કરનાર ચારને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તહેવારોને લઈ સુરત પોલીસ એકશનમાં છે ત્યારે પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક કારમાં દારૂનો જથ્થો લઈ ચાર ઈસમો ડુમસ પલસાણા, ઈચ્છાપોર રોડ એસ.કે. નગર બ્રિજ પાસેથી પસાર થનાર છે જે માહિતીના આધારે પીસીબીની ટીમે ત્યાં વોચ ગોઠવી બાતમી વાળી કાર આવતા કારમાંથી કિર્તન પટેલ, હિતેષ મોરકર, દિનેશ પટેલ અને ચેતન સારંગપાણીને પકડી પાડી કારની ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે પુછપરછ કરતા આરોપીઓએ એપ્લીકેશન ફોર ટુરીસ્ટ પરમીટ ફોર્મ તથા બી.કે. વાઈન શોપના બીલ બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પીસીબીએ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ઓળખી લઈ તેઓની ધરપકડ કરી કાર, દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિત 7 લાખ 76 હજાથી વધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *