સુરતના પાંડેસરામાં અખાદ્ય પાણી પુરી
આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા
ગોવાલક નગર વિસ્તારમાં અખાદ્ય વસ્તુઓનો નાશ
સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણી પુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતાં. આશાપુરી ગોવાલક નગર વિસ્તારમાંથી અખાદ્ય વસ્તુઓની સામગ્રી જપ્ત કરી નાશ કરાઈ હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાંડેસરાના આશાપુરી ગોવાલક નગર પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય ટીમ દ્વારા દોરડા પાડવામાં આવ્યા હતાં. પાંડેસરા ગુલશન નગરમાં 8 થી10 જેટલા પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડ્યા હતાં. અને ત્યાંથી બટાકા, તેલ સહિત સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે ખરાબ બટાકા, તેલ સહિત ચીજ વસ્તુઓનુ નાશ કરવામાં આવ્યું હતું
