સુરત સહિત રાજ્ય અને દેશમાં ઓનલાઈન દવા વેચાણ

Featured Video Play Icon
Spread the love

સુરત સહિત રાજ્ય અને દેશમાં ઓનલાઈન દવા વેચાણ
મેડિકલ સ્ટોર્સ સંચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી
એસોશીએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા

સુરત સહિત રાજ્ય અને દેશમાં ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે મેડિકલ સ્ટોર્સ સંચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જો કે ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોશીએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરી હોવાનુ જણાવ્યુ હતું.

ઓનલાઇન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું અને આજે એટલે કે 20 મી મેના રોજ દેશવ્યાપી હડતાળમાંમાં ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિયેશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યાંથી દર્દીઓને હડતાળ સમયે પણ દવા મળી રહેશે તેમ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *