નો ડ્રગ્સ ઈન સુરત’ અભિયાન હેઠળ સચીનમાં ગાંજા સાથે એક ઝડપાયો
સુડા સેક્ટર-1 પરથી 81 ગ્રામ ગાંજો જપ્ત, આરોપીની ધરપકડ
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 4,050 રૂપિયાના માદક પદાર્થ સાથે યુવક ઝડપાયો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત સચીન પોલીસે અધધ કહેવાય તેટલા 4 હજાર 50ની કિંમતના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એનડી ડામોરની ટીમના અહેકો રાહુલસિંહ તથા અપોકો દશરથને મળેલી બાતમીના આધારે સચીન નવસારી મેઈન રોડ પર સુડા સેક્ટર વનમાંથી અધધ કહેવાય તેટલો 4 હજાર 50ની કિંમતનો 81 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડી આરોપી મુળ બિહારનો અને હાલ સચીન વાંઝ ખાતે રહેતા અંકીત કુમાર નાગેન્દ્રસિંઘની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
