માંડવી : ચતુર્માસ શ્રાવણ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો

Featured Video Play Icon
Spread the love

માંડવી : ચતુર્માસ શ્રાવણ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો
યજ્ઞ પ્રારંભમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા

માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે ચતુર્માસ શ્રાવણ નિમિત્તે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો.

માંડવી નગરમાં ભાર્ગવ સમાજની વાડી ખાતે ચતુર્માસ શ્રાવણ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો આજરોજપ્રારંભ કરાયો હતો. જેમાં બપોરે 2:30 કલાકે શ્રીમતી રેખાબેન પંકજસિંહ વશી ના ઘરેથી બેન્ડવાજા ના સથવારે પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પોથીયાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વક્તા તરીકે પધારેલ વિનોદભાઈ મહારાજ નવા વાડજ વાળાએ વ્યાસ વ્યાસપીઠ પરથી ખૂબ જ સુંદર દ્રષ્ટાંતો રજૂ કરે કથા નું સુંદર રસપાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આખી સૃષ્ટિનો સર્જનહાર ભગવાન સર્વેનું પાલનપોષણ કરે છે તેને કોઈપણ પ્રકારનો મોહ નથી, જ્યારે મનુષ્ય પાલન પોષણ કરે છે .જેમાં તેને અનેક પ્રકારનો મોહ હોય છે. આ પ્રસંગે બહેનો ભક્તિભાવ માહોલમાં ગરબા ના તાલે ઝુમી ઉઠ્યા હતા. અંતે આનંદ ઉલ્લાસ ભેર આરતી આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *