સુરત ટ્રાફિક પોલીસની બેદરકારી

Featured Video Play Icon
Spread the love

સુરત ટ્રાફિક પોલીસની બેદરકારી
વર્ષ 2021માં ચોરાયેલી મોપેડના મેમો આવ્યો
વાહન માલિકે પોલીસની કામગીરી સામે સવાલો કર્યા

કતારગામ પોલીસ મથકની હદમાંથી વર્ષ 2021માં ચોરાયેલી મોપેડના મેમો વાહન માલિકે મળતા પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતાં.

સુરતના કતારગામ વિસ્તારમાંથી વર્ષ 2021માં દુકાનની બહારથી વેપારીનીમોપેડ ચોરાઈ હતી જે અંગે કતારગામ પોલીસમાં અરજી કરાઈ હતી. જો કે પોલીસ દ્વારા કોઈ કામગીરી કરાઈ ન હતી. અને દોઢ વર્ષ બાદ કોર્ટ નુ સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી. મોપેડ મળતુ ન હતુ અને મેમો આવવાના શરૂ થઈ ગયા હતાં. સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી. અને ફરી વર્ષ 2025 માં ત્રણ મહિના પહેલા ફરી હેલ્મેટ ન પહેર્યુ હોવાનો મેમો આવ્યો હતો. ફરી પોલીસ સ્ટેશન ગયા પણ ત્રણ મહિનાથી કોઈ પણ કામગીરી કરાતી નથી. હવે ફરી કોર્ટના સમન્સ આવવાની તૈયારી છે તેમ વાહન માલિકે કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *