સુરત જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મુળ માલિકો
રેલ્વે પોલીસની એલસીબીની ટીમે ગમ બાળક શોધી કાઢ્યું
ચોરાયેલા મોબાઈલ કબ્જે કરી મૂળ માલિકોને પાર્ટ સોંપ્યા
સુરત રેલ્વે પોલીસની એલસીબીની ટીમે 15 લાખની ચોરીનો ગુનો ડિટેક્ટ કરવાની સાથે વર્ષ 2025 માં ગુમ અને અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવાની સાથે ચોરાયેલા મોબાઈલ કબ્જે કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મુળ માલિકોને પરત કર્યા હતાં.
સુરત રેલ્વે પોલીસ ગુનાખોરી ડામવા સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે સુરત રેલ્વે પોલીસની એલસીબીની ટીમે બાતમીના આધારે 15 લાખની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. તો સાથે સાથે વર્ષ 2025માં ગુમ થયેલા અને અપહરણ થયેલા બાળકોને શોધી કાઢી તેઓના વાલીવારસને સહિસલામત તેઓનો કબ્જો સોંપ્યો હતો. જ્યારે સીઈઆર પોર્ટલ દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ જે પોલીસે કબ્જે કર્યા હતા તે મોબાઈલ મુળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરાયા હતાં. જે અંગે વધુ માહિતી પશ્ચિમ રેલ્વે વડોદરાના પોલીસ અધિક્ષક અબય સોનીએ આપી હતી.
