સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના
પાંડેસરામાં લક્ષ્મીનારાયણ નગર પાસે હત્યા
2 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા
સુરતમાં હત્યા સહિતના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરા ખાતે આવેલ લક્ષ્મીનગરમાં યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી હત્યારાઓ ભાગી છુટ્યા હતા જ્યારે અન્ય બે પર પણ હુમલો કરાયો હોય હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાની ઘટના બની રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મીનગર ખાતે હત્યાની ઘટના બની હતી. પાંડેસરા ખાતે રહેતા ઓડિશાવાસી મિત્તુ પ્રધાન સહિત ત્રણ ઈસમો પણ માથાભારે ઈસમે ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં મિત્તુ પ્રધાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય બે ઈસમોને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં એકની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યુ હતું. તો હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સ્થળે પહોંચી ગઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તો મૃતક ઓડિશાનો વતની હોવાનું અને સુરતમાં પત્નિ તથા ભાઈ સાથે રહી સંચા ખાતામાં કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતો હોવાનુ સામે આવ્યુ છે.
