ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મામલે મંત્રીનું નિવેદન.
મે મારી દીકરીના લગ્ન પ્રસંગે પાળ્યા સમાજના નિયમ.
બંધારણના નિયમોનું ઉલ્લંઘનને લઇ અર્જુન ઠાકોરે સપષ્ટતા કરી છે
બનાસકાંઠાના ઠાકોર સમાજના કલાકાર અર્જુન ઠાકોરે બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત સામે આવી છે જે અંગે હવે અર્જુન ઠાકોરે સપષ્ટતા કરી છે
ઠાકોર સમાજ દ્વરા હમણાં થોડા દિવસ પહેલા જ એક મોટું સંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનવાયું હતું જેમાં દીકરીના ભણતરથી લઈને, તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા હતા અને સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતાં ખોટ ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવ્યા હતા. જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા DJ સાથે લઈ જવાશે નહીં. આ નિયમને નેવે મૂકીને અર્જુન ઠાકોર DJ લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જો કે થોડા દિવસો પહેલા મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન સાદાઈથી કરીને સમાજમાં એક મજબૂત સંદેશ આપ્યો છે કે, લગ્ન પ્રસંગોમાં ખર્ચાળ દેખાડા કરતાં સંસ્કાર અને પરંપરાનું મહત્વ વધારે છે. તેમના આ પગલાંને સમાજમાં વ્યાપક પ્રશંસા મળી હતી. તેમાં ઠાકોર સમાજના નવા બંધારણનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં થતો જોવા મળ્યો. મંત્રી સ્વરૂપજી ઠાકોરે નિયમોનું પાલન કરીને સમાજના અન્ય લોકોને પણ સાદાઈ અપનાવવા અને ખોટા ખર્ચ ટાળવા માટે પ્રેરણા આપી તો બીજી તરફ અર્જુન ઠાકોરે આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
મળતી માહિતી મુજબ વાત એમ છે કે ઠાકોર સમાજના કલાકાર અને બનાસકાંઠાના જાબડિયામાં રહેતા કલાકાર અર્જુન ઠાકોર ઉપર સમાજ દ્વારા બનાવેલ બંધારણના નિયમોને તોડવાનો આક્ષેપ છે. જે અંગે હવે અર્જુન ઠાકોરે સ્પષ્ટતા આપી છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તો બંધારણમાં જે 16 નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેમાંથી એકનું પણ ઉલ્લંઘન નથી કર્યું. અમારા વિરોધીઓએ આ વીડિયો બનાવ્યા છે પણ અમે 16 મુદ્દામાંથી એકનું પણ ઉલ્લંઘન કર્યું નથી
આ મુદ્દાને લઈને સમાજના અગ્રણીઓમાં રોષ હતો. અને ઠાકોર સમાજમાં પણ પ્રશ્નો થયા હતા કે જો સમાજના જાણીતા કલાકારો જ નિયમોનો ભંગ કરશે તો સમાજમાં તેની શું અસર પડશે ? હવે આ મુદ્દે બનાસકાંઠાના જાબડિયામાં વરઘોડામાં DJ મુદ્દે સ્પષ્ટતા કરી છે. DJ સંચાલકના ભાઈ અર્જુન ઠાકોરે આક્ષેપ ફગાવ્યાં છે અને તેમને કહ્યું છે કે અમે એકપણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તમે 16 મુદ્દાનું બંધારણ વાંચી શકો છો. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
