સુરતમાં સામુહિક આપઘાત મામલો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સામુહિક આપઘાત મામલો
પિતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત
પત્નીના અફેરથી કંટાળી આપઘાત કર્યાનો ખુલાસો
પોલીસને મોબાઈલમાં ચેટ અને વિડિઓ મળી
પોલીસે મોબાઈલની ચેટના આધારે ગુનો દાખલ કરી

સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં જિલ્લા પંચાયત ક્વાર્ટસ માં બે બાળકોને ઝેર આપી શિક્ષકે આત્મહત્યા કરી હોય આ મામલે પત્નિના અફેરથી ત્રાસી શિક્ષક પતિએ આ પગલુ ભર્યુ હોવાનુ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં જિલ્લા પંચાયત ક્વાર્ટસ બે બાળકો ને ઝેર આપી પિતા આત્મહત્યા મામલો નવો ખુલાસો થયો છે. શિક્ષક અલ્પેશ સોલંકીએ પત્નીના અફેરથી ત્રાસીને પતિએ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યુ છે. પોલીસને મોબાઈલમાં ચેટ અને વિડિઓ મળી આવ્યા તો સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પત્ની નું અફેર હોવાથી મૃતક કંટાળી ગયો હતો અને અનેકવાર પત્નીને સમજાવા છતાં કોઈ રસ્તો ના નીકળતા આખરે પગલું ભર્યું હતું જેથી પોલીસે મોબાઈલની ચેટના આધારે ગુનો દાખલ કરી શકે છે. વધુમાં મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ બે બાળકોને પેહલા કોલ્ડ્રિંક્સ માં ઝેર પીવડાવી હત્યા કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લીધો હતો. તો 10 વર્ષ પહેલા બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *