સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી
ગોદાવાડીની સીમમાં જુગાર રમતા ૮ ઝડપાયા, ૩ ફરાર

સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. શાખાએ માંડવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોદાવાડી ગામની સીમમાં રેઇડ પાડી જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડ્યા છે.

રેન્જ આઇજીની પ્રોહીબિશન-જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના હેઠળ LCB પીઆઇ એન.જી. પાંચાણીના માર્ગદર્શનમાં પીએસઆઇ જે.એલ. પટેલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ અને કોન્સ્ટેબલ અક્ષયકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે, ગોદાવાડીની ખાડી નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો મોબાઇલની લાઇટના પ્રકાશે ગંજીપાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી જુગાર રમતા અજય વિનોદ મકવાણા, અશોક વારસી ચૌધરી, શ્રીકાંત ઠાકોર પટેલ, જયેશ ભવન રાઠૉડ, અનિલ બાબર પટેલ, સંદીપ ગોમાન ચૌધરી, દિનેશ રામ પટેલ અને મનિષ રણછોડ પટેલ નામના ૮ શખ્સો આબાદ ઝડપાયા હતા, જ્યારે અન્ય ૩ આરોપીઓ પોલીસને જોઈ નાસી જતાં તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે દાવ પરથી તેમજ અંગઝડતીમાંથી રોકડા 14,700, મોબાઇલ ફોન નંગ -9 ની કિંમત રૂ. 49 હજાર અને તાડપત્રી મળી કુલ 63,700/- નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *