સુરતની મહિધરપુરા પોલીસે સાયકલ રેલી યોજી
આગામી તહેવારો ને લઈ સુરત પોલીસ એક્શન મોડમા
ગણપતિ રૂટ અને સંવેદનશીલ વિસ્તારોમાં સાયકલ રેલી યોજી
આગામી ગણેશોત્સવનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે મહિધરપુરા પોલીસ દ્વારા ગણપતિ રૂટ અને સંવેદનશીલ વિસ્તારોમાં સાયકલ રેલી યોજી હતી.
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને લઈ સુરત પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. ત્યારે સુરત પોલીસ કમિશનર ના આદેશને લઈ સેક્ટર વન તથા ડીસીપી ઝોન થ્રી અને એસીપી ઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ મહિધરપુરા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં ગણપતિ રૂટ અને સંવેદનશીલ વિસ્તારોમાં સાયકલ રેલી યોજી પેટ્રોલિંગ કરાયુ હતું.
