એલએલપી હવે રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે નવા રૂપમાં

Featured Video Play Icon
Spread the love

એલએલપી હવે રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે નવા રૂપમાં
ભારત સાથે વિદેશોમાં પણ રોજગારીની તકો વધારવાની તૈયારી
આઈ.ટી.આઈ.,ડિપ્લોમા અને B.Tech કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે

સુરતમાં રોયલ સ્ટાફિંગ સર્વિસીસ એલએલપીહવે રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે નવા રૂપમાં આગળ આવી છે. સંસ્થા હવે ભારત સાથે વિદેશોમાં પણ રોજગારીની તકો વધારવાની તૈયારી કરી રહી છે.

સુરતની અગ્રણી રોજગાર સંસ્થા રોયલ સ્ટાફિંગ સર્વિસીસ LLP હવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પરિવર્તિત થઈ રોયલ ગ્લોબલ સ્ટાફિંગ પ્રાઇવેટ લિમિટેડ બની છે. સંસ્થાના વડા રાજુભાઈએ જણાવ્યું કે, કંપની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરશે. આગામી સમયમાં યુકે, યુએસ અને વિયેતનામમાં નવી બ્રાન્ચ શરૂ કરવાની યોજના છે. સંસ્થા મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ગ્રીન અને સોલર એનર્જી, પ્રોડક્શન, મેઈન્ટેનન્સ, ક્વોલિટી કંટ્રોલ, ફાયર એન્ડ સેફ્ટી અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. વિદેશમાં કામ કરવા ઈચ્છુક યુવાનો માટે ભાષાની અડચણ દૂર કરવા સરકાર સાથે મળીને એક ખાસ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. આ એપ દ્વારા ભાષા તાલીમ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. સંસ્થાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે, જેમાં ITI, ડિપ્લોમા અને B.Tech કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. હાલમાં લગભગ 2,500 કર્મચારીઓ સંસ્થામાં કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *