માંડવીના ઘંટોલી ગામની સીમમાં યુવાન વૃક્ષ સાથે અથડાતા મોત

Featured Video Play Icon
Spread the love

માંડવીના ઘંટોલી ગામની સીમમાં યુવાન વૃક્ષ સાથે અથડાતા મોત
બાઈક ચાલક વિનોદ કાશીરામભાઈ વસાવાનું મૌત

માંડવી ઝંખવાવ રોડ ફેદારીયા ચાર રસ્તાની સીમમાં વિનોદ કાશીરામભાઈ વસાવા મૂળ રહેવાસી સાગબારા જીલ્લો નર્મદા પોતાનું મોટર સાયકલ GJ-22-AA-3191 પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારતા ઝાડ સાથે અથડાતા આજરોજ સવારે 9:30 કલાકે અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામ્યા હતા તેમણે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી ઝાડ સાથે અથડાયા હતા. જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ અંગેની જાણ શરદ ભાઈ કાશીરામભાઈ વસાવાએ માંડવી પોલીસ તંત્રને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તંત્રના મિતેષભાઈ ચૌધરી તથા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *