સુરતના વેસુ ખાતે કાફે ચલાવનાર યુવાનનું અપહરણ

Featured Video Play Icon
Spread the love

સુરતના વેસુ ખાતે કાફે ચલાવનાર યુવાનનું અપહરણ
પનાસ વિલેજમાં મેડિનિયન કેફે ચલાવનાર 23 વર્ષીય જસ્મિનને માર માર્યો
માથાભારે દિપક જૈનએ માર મારી વિડીયો રેકોર્ડિંગ કર્યો

સુરતના વેસુ ખાતે કાફે ચલાવનાર યુવાનને બાકી રૂપિયા લેવા બોલાવી માથાભારે ઈસમોએ માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુરતના વેસુ ખાતે આવેલ પનાસ વિલેજમાં મેડિનિયન કેફે ચલાવનાર 23 વર્ષીય જસ્મિન વાગાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેના કેફેમાં વિવેક જૈન નામનો ઈસમ આવતો હોય અને બે ત્રણ મહિનાથી કેફેનો 8 હજારનો બિલ બાકી હોય જેની વારંવાર ઉઘરાણી કરતા વિવેકએ તેને ફોન કરી અવાવરૂ જગ્યાએ રૂપિયા લેવા આવવા બોલાવ્યો હતો જ્યાં આરોપી વિવેક જૈન અને તેની સાથે માથાભારે દિપક જૈનએ જસ્મિન વાગાણીને માર મારી તેનો વિડીયો રેકોર્ડિંગ કર્યો હતો અને ત્યાર બાદ જસ્મિન અને તેના મિત્રોને તેનો વિડીયો મોકલ્યો હતો. હાલ તો આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *