સુરતમાં દિવાળી પહેલા આઇટી વિભાગના દરોડા
પિપલોદ શેર બ્રોકિંગ ફર્મ પર આઇટી વિભાગના દરોડા
આઇટી વિભગના દરોડાથી શેર બજાર ઇન્વેસ્ટરમાં ફફડાટ
મોટી સંખ્યામાં કર ચોરી પકડાય તેવી સંભવના
સુરતમાં ફરી ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી. શેરબ્રોકિંગફર્મ પર આવક વેરા વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
સુરતમાં જાણીતી શેર બ્રોકિંગ ફર્મ ની પિપલોદ વિસ્તારમાં આવેલી ઓફિસ સહિતના ચાર ઠેકાણે આવક વેરા વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ કરાયો છે. અમૃતસર ઈન્વેસ્ટિગેશન ટીમે શહેરમાં તપાસ શરૂ કરી છે. સોમવારે બપોર બાદ પિપલોદની મુખ્ય ઓફિસ પર અધિકારીઓ પહોંચ્યા હતા અને કંપનીની જૂની ઓફિસ પર પણ તપાસ હાથ ધરાઈ હતી. ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ સાથે કંપનીના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાઈ હતી. અધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર કેન્દ્રિત છે અને ટ્રેડિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી લેવામાં આવી રહી છે. આવકવેરા ટીમ અન્ય બે ઠેકાણાઓ પર પણ પહોંચી હતી તો બીજી તરફ તપાસનો રેલો અન્ય શહેરોમાં પણ લંબાવાની શક્યતા છે. સૂત્રો મુજબ આગામી દિવસોમાં વધુ વિસ્તૃત તપાસ થશે. તો આ પહેલાં પણ અમૃતસર ટીમે અમદાવાદમાં તપાસ કરી હતી જેમાં પોલિટિકલ પાર્ટી અને ખોટી કપાતના કેસમાં કાર્યવાહી થઈ હતી. શેર બજારમાં પારદર્શિતા લાવવા આઈટી વિભાગ સક્રિય બન્યું હોવાનું જણાવાયુ હતું.
