દક્ષિણ ગુજરાતમાં તરખાટ મચાવનાર નાયડુ ગેંગ સકંજામાં

Featured Video Play Icon
Spread the love

દક્ષિણ ગુજરાતમાં તરખાટ મચાવનાર નાયડુ ગેંગ સકંજામાં
એલસીબીની ટીમે ચોરીનો માલ વેચવા નીકળેલી આ ગેંગને ઝડપી લીધી
આ ગેંગને અરેઠના તડકેશ્વર નજીકથી ઝડપી લીધી

સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડે દક્ષિણ ગુજરાતમાં તરખાટ મચાવનાર “નાયડુ ગેંગ’ના ત્રણ સભ્યોને ઝડપી પાડી ચોરીના 10 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 4,75,555ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડે દક્ષિણ ગુજરાતમાં તરખાટ મચાવનાર “નાયડુ ગેંગ’ના ત્રણ સભ્યોને ઝડપી પાડી ચોરીના 10 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વૉચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, ચોક્કસ બાતમી મળી હતી કે તાજેતરમાં બારડોલી તાલુકાના ગામોમાં થયેલી લૂંટ, ચોરી અને મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તેમની ગેંગના લીડર (ટોટીયાનાયકર) સાથે મળીને ચોરીનો મુદ્દામાલ વેચી, અલગ મોટરસાયકલો પર નીકળવાના છે. આ બાતમીના આધારે LCB/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તાપી જિલ્લાના માંડવી – બારડોલી હાઈવે પર તડકેશ્વર તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બે મોટરસાયકલો પર પસાર થઈ રહેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ અને સઘન યુક્તિપૂર્વકની પૂછપરછને આધારે સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો.

નાયડુ ગેંગના આરોપી શિવા સુગ્રીવ ટોટીયાનાયકર, પ્રતિભા સુબ્રમણી નાયડુ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે જેમાં આ ગેંગ ચોરી કરવા માટે પહેલા બાઇક ચોરી કરે છે, ત્યારબાદ તેઓ કિંમતી સામાન ભરેલી બેગ/પાકીટ લઈને જતા રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા. ચોરી કર્યા બાદ, ગેંગ ચોરીના વાહનોને પોતાના રહેણાંક વિસ્તારથી દૂર રાખતી અને પછી ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે રાખી અન્ય જગ્યાએ વેચવા નીકળતી. ગુનાહિત પ્રવૃત્તિમાં તેઓ રબર બેન્ડથી બનાવેલા ગોળાકાર લૉક બ્રેકરનો ઉપયોગ કરતાં હતાં….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *