ગુજરાતમાં ચોમાસાએ યુટર્ન લેતા ખેડૂતોની માઠી બેસી.
અરવલ્લી જિલ્લામાંઅઠવાડિયાથી માવઠું થતા ખેડૂતોનેે ભારે નુકસાન
ખેડૂતોને લણણીની તૈયારીમાં જ મોટો ફટકો પડ્યો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. શંકરપુરા કંપાના ખેડૂતોને લણણીની તૈયારીમાં જ મોટો ફટકો પડ્યો છે
અરવલ્લી જિલ્લામાં કુલ 1.5 લાખ હેક્ટરમાં ચોમાસું વાવેતર થયું હતું. તેમાંથી શંકરપુરા કંપાના લગભગ 10 ખેડૂતોના 35 હેક્ટરમાં વાવેલી મગફળીને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલો મગફળીનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હતો અને તેની લણણી કરવાની તૈયારી ચાલી રહી હતી. તે જ સમયે કમોસમી વરસાદ વરસતા પાકને મોટું નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.
મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેઘરજ તાલુકા કોંગ્રેસ કમિટીએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ખેડૂતોને વળતર અને ખાતરની સુવિધા પૂરી પાડવા રજૂઆત કરી છે. વરસાદના કારણે ખાસ કરીને મગફળી, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે. ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક સડી ગયો છે અથવા બરબાદ થઈ ગયો છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
