એલએલબી ૪ની પરીક્ષામાં જૂનું પેપર પુછાયું હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ.
પરીક્ષા નિયામકે કહ્યું કે ટેકનિલ ખામીના કારણે આ ભૂલ થઈ છે.
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં હાલમાં જ લેવાયેલી લો ફેકલ્ટીની પરીક્ષામાં કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કરતા કહ્યું છે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (એચએનજીયુ)એ લો ફેકલ્ટીમાં સેમેસ્ટર-4ની પરીક્ષામાં ન્યાયશાસ્ત્રના પેપરમાં મોટો છબરડો કર્યો છે. વિદ્યાર્થી નેતાએ દાવા સાથે કહ્યું કે એલએલબી સેમ-૪ના ન્યાયશાસ્ત્રના પેપરમાં ગત વર્ષ 2024નું પેપર જ પુછાયું છે.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલતું હોવાનો આપ નેતા યુવરાજ સિંહએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થી નેતાનું કહેવું કે યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષાને લઈને આટલી મોટી ગંભીર બેદરકારી કેવી રીતે શક્ય બને. HNGUમાં લો ફેકલ્ટીના સેમેસ્ટર 4માં ન્યાયશાસ્ત્રના પેપરમાં ગત વર્ષ 2024નું બેઠે-બેઠું પેપર જ પૂછાયું.આ પેપરમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરાયો નથી. 2024નું ન્યાયશાસ્ત્રનું પેપર બેઠે-બેઠું વર્ષ 2025માં પૂછવામાં આવ્યું છે. પેપરમાં સમયમાં બદલાવ નથી થયો અને ના તો કોઈ પ્રશ્નોમાં બદલાવ થયો છે. યુવરાજસિંહે વિડીયોના માધ્યમથી HNGU અને સરકારને વિનંતી કરતા કહ્યું હતું કે સરકાર કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવે અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને વર્ષ ન બગડે તે રીતે અભિપ્રાય લઈને એક્શન લેવામાં આવે
યુનિવર્સિટીમાં લોની પરીક્ષામાં થયેલ છબરડામાં તમામ લોકોની જવાબદારી બને છે. કોલેજ પ્રિન્સિપાલ હોય કે પછી પરીક્ષા નિયામક. આ મામલે સંબંધિત તમામ લોકોએ પોતાની જવાબદારી ધ્યાનમાં રાખતા જયારે કોલેજમાં પેપર આવે ત્યારે કે તેનું ક્રોસ ચેકિંગ કરવામાં આવે અને પછી જ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પેપર આપવામાં આવે. આવો છબરડો ફક્ત હેમચંદાચાર્ય યુનિવર્સિટી નહીં પરંતુ પાટણની શેઠ એમ.એન લો કોલેજ અને ઉંઝા લો કોલેજ પણ પરીક્ષામાં આવો મોટો છબરડો થયો છે. આ કોલેજોમાં કાયદાશાસ્ત્રના પેપરમાં પણ ગત વર્ષનું પેપર પૂછાયું છે.અડધી કોલેજમાં 2025નું અડધી કોલેજમાં 2024નું પેપર આવ્યુ છે. પરિક્ષામાં થતા છબરડાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અને સરકાર યુનિવર્સિટી દ્વારા થતા આવા છબરડાની પણ સંજ્ઞાન લેતી નથી. ત્યારે પરીક્ષાના પેપરમાં થયેલા છબરડાને લઈને પરીક્ષા નિયામકે નિવેદન આપતા કહ્યું કે ટેકનિલ ખામીના કારણે આ ભૂલ થઈ છે. એક જ મોડયુલથી બધી જગ્યાએ પેપર જાય છે. એજન્સીની પ્રોગ્રામિંગના કારણે આમ થયું હોવાનો ખુલાસો કર્યો. ડિઝાઈનિંગ પ્રોગ્રામમાં ભૂલ થતા આમ બન્યું છે. સત્વરે આ મામલે મહત્વનો નિર્ણય લઈશું…..કૌશિક પટેલની રિપોર્ટ હિન્દ ટીવી