આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર માટે ભારે

Featured Video Play Icon
Spread the love

આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર માટે ભારે
પાંચ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી,
રાજ્યમાં 3 દિવસ છુટોછવાયો વરસાદ વરસતો રહેશે

હવામાન વિભાગે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં હજી પણ માવઠાની સ્થિતિ રહેશે. જો કે, સાથે મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો પણ જોવા મળશે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારે વાવાઝોડા અને વીજળી સાથે 62-87 કિમી પ્રતિ કલાકની ઝડપે મધ્યમથી ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે. ગુજરાત રાજ્યના પોરબંદર, બોટાદ, ડાંગ, સાબર કાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કરા પડવાની સંભાવના છે.

ગુજરાતમાંથી ધીમે ધીમે માવઠાની અસર ઓછી થતાં ગરમીમાં વધારો થયો છે. રવિવારે દિવસભર ભારે ઉકળાટભર્યો માહોલ રહ્યો હતો. ભુજમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરનું તાપમાન પણ 36 ડિગ્રી કરતા વધુ નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તમામ શહેરોનાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *