સુરતમાં દિવાળીના પર્વ પહેલા આરોગ્ય વિભાગના દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દિવાળીના પર્વ પહેલા આરોગ્ય વિભાગના દરોડા
પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ
મિઠાઈના વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવાયા

દિવાળીને લઈ પાલિકાનો આરોગ્ય વિભાગ મેદાને આવી ગયુ છે ત્યારે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દિવાળીને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. સુરત મનપામાં આવતા નવ ઝોનમાં મીઠાઈ વિક્રેતાઓના ત્યાં પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મીઠાઈ વિક્રેતાઓના ત્યાંથી કાજુ કતરી સહિત વિવિધ મીઠાઈના સેમ્પલ ક્લેક્ટ કરવામાં આવ્યા હતાં. સાથે ચાંદીની વરખ, હલકી કક્ષાના માવા અને ઘી ની તપાસ અર્થે સેમ્પલ લેવામાં આવ્યા છે જે સેમ્પલ સીલ કરી પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી તો સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવશે તો ફૂડ એડજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે તેમ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *