પલસાણામાં ભક્તિભાવથી હનુમાનજીએ જન્મોત્સવની ઉજવણી કરાઈ
કદમાં વાલા તથા પૂજા ટ્રેન્ડસ અને સિદ્ધિ વિનાયક દ્વારા આયોજન કરાયું
હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમો યોજાયા
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ભક્તિભાવથી હનુમાનજીએ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. કદમાં વાલા તથા પૂજા ટ્રેન્ડસ અને સિદ્ધિ વિનાયક દ્વારા મળીને આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.
દાદાના જન્મોત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમો યોજાયા હતા. છોટુ પાટીલ દ્વારા કેક કાપી આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ આપી હતી. દર વર્ષે 51 કિલો દેશી ઘીથી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને આ પ્રસાદનો લાભ 5000થી વધુ શ્રદ્ધાળુઓ લે છે. પ્રસાદ વિતરણ દરમિયાન ભક્તોનો ઉત્સાહ પણ ગજબનો જોવા મળ્યો.
મુકેશ અગ્રવાલ, સંજય અગ્રવાલ અને અજય અગ્રવાલ મળીને હનુમાનજીએ દાદાનો જન્મોત્સવ ઉજવીને સનાતન ધર્મના મૂલ્યો પ્રત્યે ભક્તિ અને સમર્પણનો અનોખો સંદેશ આપે છે.સમગ્ર તાતીથૈયા ગામ ભક્તિમય વાતાવરણમાં નાહી ગયું હતું અને દરેક શ્રદ્ધાળુએ ભાવપૂર્વક દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.તાતીથૈયા ગામના આ ભવ્ય જન્મોત્સવ દ્વારા ભક્તિ અને સનાતન સંસ્કૃતિનો મહિમા ઉજાગર થયો છે….