સુરતમાં ગેસની અછત સર્જાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગેસની અછત સર્જાઈ
ભેસ્તાનની મીતાલી ગેસ એજન્સી સામે ગ્રાહકોમાં રોષ
બુકિંગના 20 દિવસ થયા હોવા છતા બોટલ ન મળતા વિરોધ

સુરતમાં ગેસની અછત સર્જાઈ રહી હોય તેમ ભેસ્તાનની મીતાલી ગેસ એજન્સી સામે ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો. બુકિંગના 20 દિવસ થયા હોવા છતા બોટલ ન મળતા ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો હતો.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં ગેસની અછત સર્જાઈ રહી છે. ત્યારે સુરતની ભેસ્તાનની મિતાલી ગેસ એજન્સી સામે ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો. બુકિંગના 20 દિવસ થયા હોવા છતા ગેસ બોટલ ડિલીવરી ન કરાતા ગ્રાહકોએ એજન્સી પર જઈ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો. ગેસ એજન્સીની ઓફિસ બહાર બોડીગાર્ડ મુકાયા હોય જેને લઈ ગેસ એજન્સી ખાતે મામલો ગરમાતા ભેસ્તાન પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને મામલાને થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *