હેલ્મેટનો કાયદો રદ કરવા સુરતના પૂર્વ એમએલએ ધીરુ ગજેરાનો સીએમને પત્ર
હેલ્મેટનો કાયદો રદ કરાય : ધીરુ ગજેરા
હેલ્મેટના કાયદાથી ગરીબ મધ્યમવર્ગ લૂંટાઈ રહ્યો છે : ધીરુ ગજેરા
ગરમીમાં હેલ્મેટ પહેરી રાખવું ત્રાસદાયક : ધીરુ ગજેરા
ગુજરાતમાં ભારે ગરમીનો માહોલ છે ત્યારે ગરમીના પોકાર વચ્ચે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા દ્વારા મુખ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે શહેરી જનોને ગરમીમાં હેલ્મેટ માંથી રાહત આપવામાં આવે.
ધીરુભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે , અગાઉ મેં હેલ્મેટ બાબતે આપને પત્ર રાખ્યો હતો જે આજે હેલ્મેટ પ્રજા ને સીટી વિસ્તાર માં આરોગ્યને માટે જોખમ રૂપ છે કારણ કે બપોરના સમયમાં ૪૦-૪૫ ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો ૩૦૦ થી ૪૦૦ મીટર ના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઇપણ મગજ ના ડોકટરોનો અભિપ્રાય લો તો કહેશે સીટી વિસ્તાર માં હેલ્મેટ જોખમ છે પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એ.સી. ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે. પ્રજાને માટે હેલ્મેટ, ખાડાઓ, રસ્તાની સાઈડ પર કચરાના ઢગલાઓ અને ગટરનો ખ્યાલ આવે કે મધ્યમ અને ગરીબ વર્ગને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રજા હેલ્મેટમાં લુટાઈ છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે બીજી બાજુએ લુંટાશે. જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સીટી વિસ્તારમાં હેલ્મેટ માંથી મુક્તિ આપો. પ્રજા મંદિર જાય ત્યારે, લગ્ન પ્રસંગ માં, શ્રદ્ધાંજલિમાં, સ્કૂલોમાં, ક્યા-ક્યા સાચવે અને ઘણીવાર ગાડીઓ પર થી ચોરાઈ જાય છે. જેથી પ્રજા ને પણ મારી અપીલ છે કે આપના વિસ્તાર ના એમ.પી., ધારાસભ્ય, તેમજ આગેવાનો પણ પત્ર લખીને રજુવાત કરો. સરકાર આ કાયદા માટે બીલ લાવી અથવા વટ હુકમ થી રદ કરે એવી મારી અપીલ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાં થોડી રાહત મળે