સુરતમાં કોંગ્રેસના માજી કોર્પેકટરે સ્થાનિકો સાથે ધરણા પ્રદર્શન કર્યા
દિનેશ સાવલીયાએ ઈન્ડસ્ટ્રીયલ ગેરકાયદે બાંધકામો દુર કરવા માંગ કરી
ગેરકાયદે બાંધકામોનુ ડિમોલીશન ન થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી
સુરતના પુણા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ બાંધકામોના કારણે થતી ચોરી, ટ્રાફિક, ગંદકી સહિત અસામાજિક તત્વોના ત્રાસથી લોકોને બચાવવા અને ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ બાંધકામો હટાવો, પુણા બચાવોની માંગ સાથે સુરત કોંગ્રેસના માજી કોર્પેકટરે સ્થાનિકો સાથે ધરણા પ્રદર્શન કર્યા હતાં.
સુરતના પુણા વિસ્તારમાં ગેરકાયદેસર ઈન્ડસ્ટ્રીયલ બાંધકામોના કારણે ચોરી, ટ્રાફિક, ગંદકી સહિત અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ગેરકાયદેસર ઈન્ડસ્ટ્રીયલ બાંધકામો હટાવો, પુણા બચાવોની માંગ સાથે શુક્રવાર 12મી સપ્ટેમ્બરના રોજ સ્થાનિક માજી કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવલીયા સહિતના લોકોએ પુણા તળાવ ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા અને તાત્કાલિક ઈન્ડસ્ટ્રીયલ ગેરકાયદે બાંધકામો દુર કરવા માંગ કરી હતી. અને જો આ ઈન્ડસ્ટ્રીયલ ગેરકાયદે બાંધકામોનુ ડિમોલીશન ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
