નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા પૂરથી જનજીવન પર અસર

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા પૂરથી જનજીવન પર અસર
સુરત અને નવસારીને જોડતા મહત્વના સ્ટેટ હાઇવે પર પૂર્ણા નદીનું પાણી
તંત્રએ સાવચેતીના ભાગરૂપે હાઇવેને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂર્ણા નદીમાં આવેલા પૂરથી જનજીવન પર અસર જોવા મળી રહી છે. સુરત અને નવસારીને જોડતા મહત્વના સ્ટેટ હાઇવે પર પૂર્ણા નદીનું પાણી ફરી વળતાં તંત્રએ સાવચેતીના ભાગરૂપે હાઇવેને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે.

નવસારીમાં સ્ટેટ હાઇવે પર નદીનું પાણી સતત વહેતું હોવાથી કોઈપણ કારચાલક કે બાઇકચાલક જોખમ લઈને રસ્તો પાર ન કરે તે માટે પોલીસે અને સ્થાનિક તંત્રએ વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકાવી દીધી છે.આ માર્ગ પરથી રોજ હજારો નાના-મોટા વાહનો પસાર થતાં હોય છે. પરંતુ ભારે વરસાદ અને પૂર્ણા નદીના પૂરનાં કારણે સુરત-નવસારી વચ્ચેના આ મહત્વના ઇન્ટરસિટી માર્ગ પર હાલ અવરજવરમાં વિક્ષેપ સર્જાયો છે. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તેમજ પાણી ઉતરે ત્યાં સુધી જોખમ ન ખેડવાની અપીલ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *