સુરતના વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજમાં આગ
નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળેની ઓફિસમાં આગ લાગતા ભાગદોડ
ઓફિસના વાયરો તથા બારીના પડદા સહિત સળગી ગયા
સુરતના વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળેની ઓફિસમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળે ઓફિસમાં એસીના વાયરિંગના કેબલમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આગમાં ઓફિસના વાયરો તથા બારીના પડદા સહિત સળગી ગયા હતા. જો કે આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
