સુરતના મહુવા કરચેલિયા ગામમાં બાળકીની છેડતી બાદ ઉગ્ર વિરોધ
કરચેલિયા ગામે સગીર બાળકીની છેડતી મામલે તંગદિલી
સ્થાનિકોએ દુકાનનો સામાન બહાર કાઢી આગ લગાડી.
ગુજરાતના સુરત જિલ્લાના કરચેલિયા ગામમાં સગીર બાળકી સાથે છેડતી બાદ હોબાળો મચી ગયો હતો. આરોપી દુકાનદાર સામે કોઈ કાર્યવાહી ન થતાં ગુસ્સે ભરાયેલા લોકોએ તેની દુકાનની બહાર આગ લગાવી દીધી અને અંદર તોડફોડ કરી.
સુરત જિલ્લાના કરચેલિયા ગામે એક સગીર બાળકીની છેડતીના મામલે ભારે બબાલ થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકી એક દુકાને પેન્સિલ લેવા ગઈ હતી. બાળકી સાથે છેડતી ગ્રામજનો ઉશ્કેરાયા હતા.ઘટના બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરી અને તેને સળગાવી દીધી હતી. આદિવાસી સમાજમાં ભારે આક્રોશ આદિવાસી સમાજની બાળકી સાથે છેડતી થતા ગામમાં ભરેલી અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો અને તંગદિલી વ્યાપી ગઈ હતી.પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઉપરાંત, ફાયર બ્રિગેડની ગાડી પણ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે. ગ્રામજનોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે…
