ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે સર્કિટ હાઉસનુ એક્સ્ટેન્શન કાર્ય

Featured Video Play Icon
Spread the love

ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે સર્કિટ હાઉસનુ એક્સ્ટેન્શન કાર્ય
2.10 કરોડના ખર્ચે લોકાર્પણ તથા ગરેડીયા બ્રિજનું 7.5 ખર્ચે ખાતમુહૂર્ત

માંડવી ખાતે આજરોજ પ્રથમ સર્કિટ હાઉસનુ એક્સટેન્શન કાર્યનો લોકાર્પણ ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કરાયું હતું, ત્યારબાદ ગરેડીયા બ્રિજનું ખાતમુરત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાયું

માંડવી ધારાસભ્ય કુવરજી હળપતિના હસ્તે 7.5 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર બીજનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશ પારેખે જણાવ્યું હતું કે આ બીજનું કાર્ય ગુણવત્તાસભર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું તેમજ આ બીજનું નામ અટલ સેતુ રાખવા માટે સૂચન કરેલ હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, આ બ્રિજના કાર્યમાં ગુણવત્તા યુક્ત મટીરીયલ સાથે કાર્ય કરવા કોન્ટ્રાક્ટરને ભારપૂર્વક જણાવ્યું હતું. અને જગદીશભાઈ પારેખ દ્વારા સૂચવવામાં આવેલ અટલ સેતુનું નામ રાખવા જણાવ્યું હતું અને હવેથી આ બ્રિજ અટલ સેતુના નામથી ઓળખાશે.

આ બંને કાર્ય માર્ગ અને મકાન વિભાગના નિગરાની હેઠળ કરવામાં આવશે આ પ્રસંગે મયુરભાઈ ચૌધરી નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી તથા તેમનો સ્ટાફ ખડે પગે ઉભો રહ્યો હતો તેમજ માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, અનિલભાઈ ચૌધરી, લલ્લુભાઈ ચૌધરી, નિમેષભાઈ શાહ, દિલીપભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં મહાનુભાવો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *