દેવગઢબારીઆ નગરપાલીકા ના પ્રમુખ અને ભાજપ ના નેતાએ આરટીઇ ના વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી

Featured Video Play Icon
Spread the love

દેવગઢબારીઆ નગરપાલીકા ના પ્રમુખ અને ભાજપ ના નેતાએ આરટીઇ ના વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી
80 જેટલા વિધાર્થીઓ પાસેથી કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવી
ભાજપ ના નેતા અને દેવગઢબારીઆ નગરપાલીકા ના પ્રમુખ ધર્મેશ કલાલ ની દેવગઢબારીઆ મા આવેલી છે
રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કુલ ધર્મેશ કલાલ રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કુલ ના છે ટ્રસ્ટી
રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કુલ મા આરટીઇ અંતર્ગત એડમીશન લીધુ હોવા છતા 18,000/-રૂ. ભરી -વાલી

 

મળતી માહિતી અનુસાર ભાજપ ના નેતા અને દેવગઢબારીઆ નગરપાલીકા ના પ્રમુખ ધર્મેશ કલાલ ની દેવગઢબારીઆ મા આવેલી રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કુલ માં આરટીઇ ના વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી હોવાનું જિલ્લા સ્વાગત માં રજૂઆત કરતા કલેક્ટર તપાસના આદેશ આપ્યો

વિઓ : દાહોદ જિલ્લામાં જાણે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકો ને કાનુન નો કોઈ પણ ભય નથી, એ ભલે નકલી કચેરી કૌભાંડ હોય, નકલી NA જમીન દસ્તાવેજ હોય, મનરેગા કોભાંડ હોય, એસબીઆઇ નકલી દસ્તાવેજ પર લોન આપવાનું કરોડોનું કૌભાંડ હોય, આવા જ કોભાડોમાં એક વધારાનો ઉમેરો થયો છે સરકાર મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકો માટે આરટીઈ ની વ્યવસ્થા કરતી હોય છે જેમાં બાળકોને ખાનગી સ્કૂલોમાં ભણવાની તક મળતી હોય છે ત્યારે દેવગઢબારિયા નો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં આરટીઈ ના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર ફી ઉઘરાવવાની ઘટના સામે આવી છે જેની રજૂઆત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી તેના પગલે કલેકટરે તપાસ ના આદેશ આપ્યાં છે ભાજપ ના નેતા અને દેવગઢબારીઆ નગરપાલીકા ના પ્રમુખ ધર્મેશ કલાલ ની દેવગઢબારીઆ મા આવેલી રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કુલ માં RTE ના વિધાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જેને લગતા દેવગઢબારીઆ રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કુલ મા ફી ઉઘરાવવા બાબતે દાહોદ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે.. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છેસુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *