સુરતના અમરોલી કોસાડ આવાસમાંથી આધેડ મહિલાની લાશ

Featured Video Play Icon
Spread the love

સુરતના અમરોલી કોસાડ આવાસમાંથી આધેડ મહિલાની લાશ
સગા નાના પુત્ર, મોટા પુત્રની પત્નિ અને વેવાઈએ જ મહિલાની હત્યા કરી
પોલીસે બેની સુરતથી અને એકની બિહારથી ધરપકડ કરી

સુરતના અમરોલી કોસાડ આવાસમાંથી આધેડ મહિલાની કોથળામાંથી મળી આવેલી લાશ મામલે ઘટસ્ફોટ થયો હોય તેમ સગા નાના પુત્ર, મોટા પુત્રની પત્નિ અને વેવાઈએ જ મહિલાની હત્યા કરી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે બેની સુરતથી અને એકની બિહારથી ધરપકડ કરી છે.

સુરત શહેરના અમરોલી કોસાડ આવાસમાં રહેતા 57 વર્ષીય મૂળ બિહારના હમીદાખાતુનની ગળે ટૂંપો આપી હત્યા કરી પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ફેંકી દેવાયેલી લાશ બુધવારે અમરોલી કોસાડ આવાસ નજીકથી મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક કલેશમાં જ હમીદાખાતુનની હત્યા કરાઈ હોવાની આશંકા હતી. આ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મહિલાના પહેલાં હાથ-પગ બાંધી અને બાદમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે શંકાના આધારે પરિવારની પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો છે. 57 વર્ષીય હમીદાખાતુનની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેમનો સગો નાનો પુત્ર પરવેઝ આલમ યુનુસ મન્સુરી, મોટા પુત્ર વસીમની પત્નિ શબાના અને બિહાર ખાતે રહેતા વેવાઈ ફિરોઝ આલમ હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ તપાસ બાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી પુત્ર અને પુત્રવધુ તો બિહારથી વેવાઈને ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપડક કરી હતી. જે અંગે વધુ માહિતી ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી.એ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *