ક્રિપ્ટો છેતરપિંડીનો આરોપી તેજસ સંઘવી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

ક્રિપ્ટો છેતરપિંડીનો આરોપી તેજસ સંઘવી ઝડપાયો
12.20 લાખના મામલામાં તેજસ સંઘવી ઝડપાયો
સુરત સાયબર ક્રાઈમ સેલે ગોવા-જામનગર ટ્રેનમાંથી આરોપી દબોચ્યો
ટેલીગ્રામ ગ્રુપ દ્વારા ક્રિપ્ટો કાવતરું કરી છેતરપિંડી

સુરત સાયબર ક્રાઈમની ટીમે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણથી સારો નફો મળશે તેમ કહી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપી 12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનીકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો. આરોપીએ ટેલીગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમીન તથા બેંક એકાઉન્ટ ધારકો સાથે મળી આ કાવતરૂ રચ્યુ હોવાનુ સામે આવ્યુ છે. હાલ સાયબર ક્રાઈમે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *