સુરતમાં ગુનેગારો બેફામ બન્યા
લિંબાયતમાં લોકોમાં ભય ફેલાવનારાઓએ ચપ્પુ સાથે વિડિઓ બનાવ્યો
વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે તેઓની ધરપકડ
સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં લોકોમાં ભય ફેલાવનારાઓએ ચપ્પુ સાથેનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતત સક્રિય છે સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી ભય ફેલાવનારા તત્વો સામે કાર્યવાહી પણ કરાઈ રહી છે ત્યારે લિંબાયત પોલીસે ભય ફેલાવનારા યુવકો સામે લાલ આંખ કરી છે. ચપ્પુ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો દ્વારા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો હોય અને ગેંગનો રૌફ જમાવવાનો ઈરાદો હોવાનો પોલીસને અંદાજ છે. વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો બનાવને લઈ લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 5 અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતાં અને તેઓને પોલીસે કાયદાનું ભાન કરાવી કડક ચેતવણી આપી હતી. તો ભવિષ્યમાં આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની પણ પોલીસે ચેતવણી આપી છે.
