પાલીતાણા પોલીસ સ્ટેશનમાં દાખલ હત્યાના ગુન્હા
આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષકનાઓના માણસોને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા માટે સુચના આપેલ. તા.૧૨ ઓગસ્ટના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો સદરહું ગુન્હાના કામે આરોપીઓની તપાસમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે પાલીતાણા ભીલવાસમાં બનેલ હત્યાના ગુન્હાના આરોપીઓ પાલીતાણા, સોનપરી ગામથી આગળ આવેલ વિરાયતન સ્કુલ પાસે આવેલ વડલી રોડે હાજર છે. જેથી બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબના આરોપીઓ હાજર મળી આવતાં તેઓને આગળની કાયદેસરની કાર્યવાહી થવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આમ પાલીતાણા ખાતે બનેલ હત્યાના ગૂન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલા આરોપીમાં 1.લખુભાઇ રામજીભાઇ પરમાર 2.કાળુભાઇ લખુભાઇ પરમાર 3.ડાયાભાઇ લખુભાઇ પરમાર 4.રાજેશભાઇ ઉર્ફે રાજુ લખુભાઇ પરમાર 5.રોહિતભાઇ લખુભાઇ પરમારનો સમાવેશ છે
