સુરત : ખુલ્લી ગટરમાં ગાય ખાબકી
સમાજ સેવકો દ્વારા ગાયનુ રેસ્ક્યુ કર્યું
આ ગટરમાં અગાઉ એક યુવાન પડતા મોતને ભેટ્યો
સુરતના હજીરા કવાસ પાટીયા પાસે ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા સમાજ સેવકો દ્વારા ગાયનુ રેસ્ક્યુ કરાયુ હતું. તો આવી જ ખુલ્લી ગટરમાં અગાઉ એક યુવાન પડતા મોતને ભેટ્યો હતો.
સુરતના હજીરા ખાતે અનેક જગ્યાએ ખુલ્લી ગટરો મોતનો મલાજો બની શકે તેમ છે. કેમ કે અગાઉ એક સ્વીગી ડિલીવરી બોય બાઈક લઈ ખુલ્લી ગટરમાં પડી જતા તેનુ મોત નિપજ્યુ હતું. તે ઘટનાની સ્હાઈ હજી સુકાઈ નથી ત્યાં તો ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હોવાન ઘટના બની છે. હજીરા કવાસ પાટીયા પાસે ખુલ્લી ગટરમાં તંત્રના પાપે ગાય ખાબકી જતા સમાજ સેવકો દ્વારા ગાયનુ રેસ્ક્યુ કરાયુ હતું॥ તો હજીરા કવાસ પાટીયા પાસે હાઈવે ઓથોરિટીના પાપે અને બેદરકારીના કારણે ખુલ્લી ગટરો મોટી દુર્ઘટના સર્જશે તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી હતી.
