સુરતમાં દરિયાઈ વિસ્તારની સુરક્ષાને લઈ પેટ્રોલિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દરિયાઈ વિસ્તારની સુરક્ષાને લઈ પેટ્રોલિંગ
દરિયાઈ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ
મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયુ

સુરતમાં દરિયાઈ વિસ્તારની સુરક્ષાને લઈ પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે દરિયાઈ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ પર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું.

સુરતના હજીરા રો-રો ફેરી દરિયાઈ કાંઠા વિસ્તાર ટાસ્ક ફોર્સ દ્વારા એલર્ટ જાહેર કરાયુ છે. હજીરા દરિયાઇ લેન્ડિગ પોઇન્ટ એન ફિશિગ પોઇન્ટવિસ્તારમાં મરીન ટાસ્કફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે. મરીન સેકટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે ફુટ પેટ્રોલીંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. સુરતમાં દરિયાઈ સુરક્ષા ને ધ્યાને રાખી પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું તો સ્થાનિક પોલીસ અને ટાસ્ક ફોર્સ તથા મરીન કમાંડો દ્વારા ચેકીંગમાં ભાગ લેવાયો હતો. તો મોટા પ્રમાણમાં હજીરા વિસ્તારમાં મોટી કંપનીઓ આવેલી છે તેમાં કામ કરતા કામદારો ની તપાસ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *