સુરતમાં પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી
જૈન સમાજ દ્વારા મીઠા મોદકની સાથે ભવ્ય ઉજવણીકરાઈ
શહેરભરમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો
સુરતમાં પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરભરમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તો જૈન સમાજ દ્વારા મીઠા મોદકની સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. સુરતમાં એક લાખ લાડુના વિતરણથી મહોત્સવમાં જનસાગર ઉમટ્યો હતો.
સુરતમાં પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક દિવસની ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં ભક્તો માટે મીઠા મોદક અને લાડુની લ્હાણી કરવામાં આવી હતી. એક લાખથી વધુ લાડુનું વિતરણ કરીને સમાજના લોકોએ પરસ્પર એક બીજાનુ મો મીઠું કરાવ્યું હતું. તો આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી ગૂંજી ઉઠ્યું હતું.
