સુરતમાં લાભપાંચમના શુભ મુહૂર્તે ટેક્સટાઇલ માર્કેટોમાં વેપાર ધમધમાટ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લાભપાંચમના શુભ મુહૂર્તે ટેક્સટાઇલ માર્કેટોમાં વેપાર ધમધમાટ
વેપારીઓએ નવા વર્ષમાં તેજીની આશા વ્યક્ત કરી

મંદીમાંથી બહાર આવવાની આશા સાથે દિવાળી પછી લાભપાંચમના શુભ મુહૂર્તે ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર-ધંધાનો ધમધમાટ શરૂ થયો હતો. વેપારીઓએ લાભ પાંચમના શુભ દિવસે વેપાર-ધંધાની શરૂઆત કરી હતી.

ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી સુરતમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ અને ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આજે લાભપાંચમના શુભ દિવસે કાપડ માર્કેટ સહિત તમામ વેપાર-ધંધાની વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી છે. વેપારીઓએ ભગવાનની પૂજા કરીને આ વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં સારી તેજી જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી છે. લાભપાંચમનો દિવસ માનવ દ્વારા ઉજવાતી દિવાળીનો પૂર્ણકાળ ગણાય છે અને આ દિવસથી જ દેવોની દિવાળીની શરૂઆત થાય છે. ધાર્મિક દૃષ્ટિએ આ દિવસનું ઘણું મહત્ત્વ રહેલું છે. લાભપાંચમના શુભ મુહૂર્તે સુરતના ટેક્સટાઇલ્સ વેપારીઓએ પોતાની દુકાનો ખોલીને ધંધા-વેપારની શરૂઆત કરી હતી. આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. જેમાં સૌપ્રથમ કુમકુમથી ડાબી બાજુ ‘શુભ’ અને જમણી બાજુ ‘લાભ’ લખવામાં આવે છે તથા વચ્ચે સાથીયો બનાવવામાં આવે છે. વેપારીઓ લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા, તેઓ આ દિવસે પોતાની દુકાનો કે સંસ્થાઓ ખોલીને પૂજન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *