વરાછામાં ટ્રાફિક ક્રેન કર્મચારીઓની દાદાગીરી,

Featured Video Play Icon
Spread the love

વરાછામાં ટ્રાફિક ક્રેન કર્મચારીઓની દાદાગીરી,
નો-પાર્કિંગ વાહન બદલે વીડિયો બનાવનાર યુવક ઉઠાવ્યો,
માતાવાડી વિસ્તારમાં ક્રેન કર્મચારીઓની ગુંડાગીરી સામે રોષ

સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરાયેલી દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. જેમાં વિડીયો ઉતારનાર યુવાન સાથે ઝપાઝપી કરી તેને ક્રેનમાં બેસાડી દીધો હતો.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. સામાન્ય રીતે ક્રેન નો-પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે, પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહનને બદલે વીડિયો ઉતારી રહેલા એક યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આ કર્મચારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને જોતા ટ્રાફિક પોલીસે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *