બોટાદ રાણપુરને જોડતો ભાદર નદી પર આવેલ બ્રિજ જર્જરિત.
સરપંચ ગોસુભા પરમારના કહેવા મુજબ આ બ્રિજ 70 થી 80 વર્ષ જૂનો છે.
બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી અનેક વખત રજુઆત કરાઇ
બોટાદમાં રાણપુર શહેરમાં ભાદર નદી ઉપરના પુલની દીવાલ કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં હતી જેનો અનેક વખત જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરાઈ હતી.
બોટાદમાં રાણપુર શહેરમાં ભાદર નદી ઉપરના આ પુલ ઉપરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે. કારણ કે પુલ વટીને 4 થી 5 મોટી સ્કૂલ આવેલી છે. તેમજ બેંક અને ખાનગી કંપનીઓ આવેલી છે. આ ઉપરાંત સુપ્ર્રસિદ્ધ સાળંગપુર, ગઢડા, પાળીયાદ જેવા ધાર્મિક સ્થળોને જોડતો આ મુખ્ય પુલ છે. આ પુલ ઉપરથી દરરોજ અનેક યાત્રીઓ પણ પસાર થાય છે ત્યારે તંત્ર દ્વારા દીવાલો તોડી પાઇપની રેલિંગ મૂકવામાં આવી હતી અને આ રેલિંગને વચ્ચે ખૂબ જ મોટી જગ્યાઓ છે. જેને લઈને મોટા અકસ્માત અને દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી સંભાવના છે. રાણપુરના સરપંચ ગોસુભા પરમારના કહેવા મુજબ આ બ્રિજ 70 થી 80 વર્ષ જૂનો છે. જેને લઈને રાણપુર શહેર તેમજ પંથકના નાગરિકોએ માંગ કરી છે કે આ પુલનું વહેલી તકે સમારકામ કરવામાં આવે
ઉલ્લેખનીય છે કે પાઇપની રેલિંગો મૂકવામાં આવી છે તેના સિમેન્ટના પીલર ઊભા કરવામાં આવ્યા છે. તે પણ હલકી ગુણવત્તા અને નબળી ગુણવત્તાના છે. પગ મારે તો પીલ્લરના પોપડા ઉખડે છે. ત્યારે આ રેલિંગના કામમાં પણ ક્યાંકને ક્યાંક હલકી ગુણવત્તાનું કામ થયુ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વિકાસના કામો તેમજ મેન્ટેનન્સના કામોમાં લાખો અને કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે. બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી અનેક વખત રજુઆત કરાઇ છે છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
