માંડવીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આરસીએમ અભિયાનને 25 વર્ષ પૂર્ણ થતા કેમ્પ યોજાયો
કેમ્પ અંતર્ગત કુલ 60 યુનિટ બ્લડ એકત્રિત થયું
માંડવી સરકારી હોસ્પિટલ ખાતે આર સી એમ અભિયાનને 25 વર્ષ પૂર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. કુલ 60 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું.
આજરોજ માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે RCM અભિયાનને 25 વર્ષ પૂર્ણ થતા માંડવી આર.સી.એમ પરિવાર દ્વારા RCM સેવા દિવસ ઉજવવામાં આવ્યો.પૂરા ભારતમાં અનેક સ્થળો પર “સેવા સ્વાસ્થ્ય અને સંસ્કાર”ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, સ્વચ્છતા હાઈઝીન રેલી, વ્યસન મુક્તિ, જૈવિક ખેતી ક્રાંતિ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે જે નવા ભારતના નિર્માણ માટે એક અગત્યની પહેલ છે. તે અનુસંધાનમાં આજરોજ માંડવી RCM પરિવાર દ્વારા RCM સેવા પ્રવુતિના ભાગરૂપે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. RCM પરિવાર તથા સુશ્રુષા સેન્ટર નવસારીના સહયોગથી ૧૦૦ થી વધુ બ્લડ ડોનેટરોએ હર્ષઉલ્લાસ થી ભાગ લીધો જેમા ૬૦ થી વધુ યુનિટ બ્લડ યુનિટ એકત્રિત થયું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેષ શાહ, શાલીન શાહ, અધિક્ષક ડો.પરિમલ તેમજ RCM પરિવારના સદસ્યો તેમજ બારડોલી, નવસારી, નેત્રંગ ઝંખવાવ, ઉમરપાડા, ડેડીયાપાડા અને અન્ય વિસ્તારમાંથી RCM પરિવારના સદસ્યો તેમજ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી અને સૌના સહયોગથી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો. સહકાર આપવા બદલ ઉત્તમ રાજપુરોહિત સૌનો આભાર માન્યો હતો..
