ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ માસની આજથી શરૂઆત

Featured Video Play Icon
Spread the love

ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ માસની આજથી શરૂઆત
સુરતમાં વહેલી સવારથી જ ભક્તો શવાલયોમાં ઉમટી પડ્યા
શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં વહેલી સવારથી જ ભક્તો શવાલયોમાં ઉમટી પડ્યા હતા અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતાં.

શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસ પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા. અતિ પૌરાણિક એવા કંતારેશ્વર મહાદેવના દર્શને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનના લાભો લોકોએ મેળવ્યા હતાં. કંતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું હતું. સૂર્યનારાયણ ભગવાનનું તપ કરીને પ્રસન્ન કર્યા હતા. મહાદેવએ પણ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું. તેથી અહીં વિશેષ મહત્વ હોય ભાવિકોની મનોકામના પર અહીં પૂર્ણ થાય છે. તો સુરતના વરાછા ખાતે આવેલ પૌરાણિક કર્મનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *