આંબા ચોક વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

આંબા ચોક વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

એક ટનથી વધુ પ્લાસ્ટિક બીએમસીના સોલિડ વેસ્ટ વિભાગે જપ્ત કર્યું
નિયમ ભંગ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આજરોજ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં આંબાચોક વિસ્તારમાં આવેલ અલગ અલગ દુકાનમાં સર્ચ હાથ ધરી એક ટન થી વધુ નો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અવારનવાર અલગ અલગ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે જેમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું આયોજન પણ કરવામાં આવતું હોય જે અંતર્ગત આજરોજ સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના આંબાતો વિસ્તારમાં આવેલ મામા ખાંડણીયા વિસ્તારમાં અલગ અલગ પાંચથી વધુ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા આ દુકાનોમાંથી સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જતો ઝડપાયો હતો આ ઉપરાંત આવા વેપારીઓના ગોડાઉન માંથી પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા bmc ની ટીમ દ્વારા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરી સિંગલ યુઝ પ્લાસ્ટિક નું વેચાણ સંગ્રહ કરતા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ડ્રાઇવને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *