સુરતના ડિંડોલીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વડોદરાથી મુંબઈ જતી માલગાડીને ઉથલાવવાનો પ્રયાસ
અજાણ્યા શખસોએ ટ્રેકના પાટા પર લોખંડનો પટ્ટો મૂક્યો,
ડ્રાઈવરે બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી
સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મુકી ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરાયો હતો.
સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઊઠલાવાનો પ્રયાસ કરાયો હતો. કોઈ અજાણ્યા ઈસ્મે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી જો કે સદ્ નસીબે ટ્રેન ધીમી હોવાના કારણે દુર્ઘટના ટળી હતી. ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના પાઇલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી. જેથી ડિંડોલી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
