બોટાદના માંડવધાર ગામમાં પિતા-પુત્ર પર હુમલો
૮ શખ્સોએ હુમલો કરતા વાયરલ વિડિયોથી ખળભળાટ
બોટાદ જિલ્લાના ગઢડાના માંડવધાર ગામે ર૪ તારીખના રોજ પિતા પુત્ર ઉપર ૮ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો તેનો વાયરલ વિડિયો પણ સામે આવ્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ હિંમતભાઈ ગઢાદરા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ર૪ તારીખે માંડવધાર ગામે બસ સ્ટેન્ડ પાસે તેને તેના પિતા પાણી ભરવા આવ્યા હોય ત્યારે સુરેશ ભુપતભાઈ ભુંગાણી, અમરત વલ્લભભાઈ ભુંગાણી, વિનુ રાઘવભાઈ ભુંગાણી, શૈલેષ અમરશીભાઈ ભુંગાણી, સંજય વલ્લભભાઈ ભૂંગાણી, પરસોત્તમ કાળુભાઈ સરીયા અને કિશોર અમરશી ભૂંગાણીએ એક સંપ કરી અગાવની ફરીયાદની દાઝ રાખીને પાઈપ, ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આથી પિતા પુત્રને ગંભીર ઇજાઓ થતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવારમાં છે ત્યારે ઘટનાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે….
