ભાવનગર શહેરના કુંભારવાડામાં મારામારીની ઘટનામાં ધરપકડ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરના કુંભારવાડામાં મારામારીની ઘટનામાં ધરપકડ
ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં બે દિવસ અગાઉ થયેલી મારામારીની ઘટનામાં બોરતળાવ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં થયેલી મારામારી અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી અને ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિશાલ ગોહિલ, મનોજ ઉર્ફે ચીમન ગોહિલ અને વિજય ઉર્ફે ઝેરી મહેશ ગોહિલની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન એક આરોપી સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કામગીરીમાં બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્પેક્ટર એન.ડી. ડાભી, પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ તેમજ સર્વેલન્સ સ્ટાફની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *