સુરત સિટી બસમાં અસામાજિક તત્વોની લુખ્ખાગિરી

Featured Video Play Icon
Spread the love

સુરત સિટી બસમાં અસામાજિક તત્વોની લુખ્ખાગિરી
બસમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
બીઆરટીએસ બસમાં એક મુસાફર દ્વારા વીડિયો બનાવ્યો

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સિટી બસમાં અસામાજિક તત્વઓએ મચાવેલી લુખ્ખાગીરીનો વિડીયો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ જાહેરમાં ઝઘડો કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે હવે તો અસામાજિક તત્વો સીટી બસમાં જાહેર જનતાની હાજરીમાં પણ આતંક મચાવતા પાછા પડતા ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સિટી બસમાં અગાઉ એક નસેડીએ મચાવેલા આતંક બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે. સિટી બસમાં કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. બસમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઝઘડો કરાયો હતો અને એક બીજાના કોલર પકડી લેવાયા હતાં જે વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે આવા અસામાજિક તત્વો કે જે જાહેરમાં લુખ્ખાગીરી કરી રહ્યા છે તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરાઈ તેવી માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *