સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વધુ એક આગ
પાંડેસરામાં ગેસ લીકેજથી લાગેલી આગમાં બે વ્યક્તિ દાઝયા
આગમાં રૂમની બારીઓના કાચ તુટયા
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં બે વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજથી આગની ઘટના બની હતી. પાંડેસરાના ગણપત નગર સોસાયટીમાં રસોઈ બનાવતી વખતે ગેસ બોટલમાંથી લીકેજ થતા આગ લાગી હતી. આગમાં બે લોકો દાજી ગયા હતા. જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો આગની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં રૂમની બારીઓના કાચ તુટી ગયા હોવાનુ પણ સામે આવ્યુ છે. ગ્રાઉન્ડ પ્લસ વન ના મકાનમાં લાગેલી આગને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
