સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ
અમરોલીમાં ચાલતું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું
પોલીસે તબીબ હિતેશ જોશીની ધરપકડ કરી
સુરતમાં ફરી ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણના રેકેટનો પર્દાફાશ થયા છે. કોસાડ રોડ પર શિવમ હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભપરિક્ષણ પર આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતાં.
સુરતના અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ ચાલતું હોવાની માહિતી મળતા સુરત જિલ્લા આરોગ્ય અધિકારીની ટિમ દ્વારા છટકું ગોઠવામાં આવ્યું હતું. અને રૂપિયા લઇ ગર્ભ પરીક્ષણ હોવાનું બહાર આવ્યા બાદ તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી હતી સાથે હોસ્પિટલમાંથી એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું હતું. તો બીએચએમએસની ડિગ્રી હોવા છતાં તબીબ હિતેશ જોશી ગર્ભ પરીક્ષણ કરતો હોવાનુ સામે આવ્યુ છે.
